કોરોના વાયરસની વિરુદ્ધ દેશની લડાઇમાં દરેક વ્યક્તિ હાલ પોતાની રીતે નાની મોટી સહાય કરી રહ્યું છે. આ સંકટના સમયે આપણે શક્ય તેટલી એકબીજાને મદદ કરવી જરૂરી છે. ત્યારે આ જ વિચારને આચારણમાં મૂકી દેશના પ્રથમ મહિલા સવિતા કોવિંદ પણ જોડાયા છે. તેઓ રાષ્ટ્રપતિ સંપદા પરિસર સ્થિત શક્તિ હાટમાં લોકો માટે માસ્ક બનાવી રહ્યા છે. આ માસ્કને દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં આપવામાં આવશે. શક્તિ હાટમાં બનાવેલા આ માસ્કને દિલ્હી શહેરી આશ્રય સુધાર વોર્ડના અલગ અલગ શેલ્ટર હોમમાં આપવામાં આવશે.

                                   

તસવીરમાં તમે જોઇ શકો છો કે માસ્ક બનાવતી વખતે દેશના પ્રથમ મહિલા એટલે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના પત્ની સવિતા કોવિંદે પોતાના ચહેરાને લાલ રંગના કપડાથી બનાવેલા માસ્કથી ઢાંક્યું છે.

 

તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં કહ્યું હતું કે લોકો કપડાંમાંથી બનાવેલા માસ્કનો ઉપયોગ કરે. પીએમ ખુદ કેટલીય વખત મોં પર ગમછો ઢાંકીને સામે આવી ચૂકયા છે. પીએમ મોદીએ થોડાંક દિવસ પહેલાં પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીના ભાજપ જિલ્લાધ્યક્ષ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમ્યાન પીએમે તેમને કહ્યું હતું કે તેઓ વધુમાં વધુ લોકોને માસ્કના બદલે ગમછાનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરે.

మరింత సమాచారం తెలుసుకోండి: