દેશભરમાં છેલ્લાં એક મહિનાથી લોકડાઉન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે ગૃહમંત્રાલયે શુક્રવારના રોજ રાત્રે દેશના લાખો દુકાનદારોને ખુશખબરી આપી દીધી. મંત્રાલયે એક આદેશ રજૂ કરીને શનિવાર સવારે પણ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રજીસ્ટર્ડ દુકાનોને શરતોની સાથે ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે શોપિંગ મોલ્સ અને શોપિંગ કોમ્પ્લેક્સ હજુ ખૂલશે નહીં. આ છૂટ માત્ર એ જ દુકાનોને છે જે નગર નિગમો અને નગરપાલિકાઓની સરહદમાં આવનાર આવાસીય પરિસરની આસપાસ છે. સાથો સાથ સ્ટેન્ડ અલોન દુકાનો પણ ખૂલી શકશે. નગરપાલિકાના દાયરામાં હાજર બજારની દુકાનો પર આ આદેશ લાગૂ થયો નથી.

 

કહેવાય છે કે ગૃહમંત્રાલયનો આ આદેશ રમઝાનનો મહિનો શરૂ થવાને ધ્યાનમાં રાખી અપાયો છે. સરકારે પોતાના આદેશમાં કેટલીય શરતો પણ લાગૂ કરી છે. તેના મતે તમામ દુકાનો સંબંધિત રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સ્થાપના અધિનિયમની અંતર્ગત રજીસ્ટર્ડ હોવી જોઇએ. આ દુકાનોમાં વધુમાં વધુ 50 ટકા સ્ટાફને જ કામ કરવાની છૂટ છે. સાથો સાથ તેમણે સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમનું પણ પાલન કરવું પડશે. દુકાનમાં કામ કરનારાને માસ્ક પણ પહેરવું પડશે.

 

હ સચિવ અજય ભલ્લાએ સ્પષ્ટતા કરી કે નગર નિગમ અને નગર પાલિકાની સરહદમાં આવનાર બજારની દુકાનોને ખોલવાની છૂટ આપી દેવામાં આવી નથી. આ દુકાનો લોકડાઉન તારીખ 3 મે સુધી બંધ રહેશે. આ સિવાય સિંગલ અને મલ્ટીબ્રાન્ડ મોલ્સ પણ ખોલાશે નહીં. જો કે નગર નિગમ અને નગરપાલિકાના દાયરાથી બહાર બજારની દુકાનો ખુલી શકે છે. તેમને પણ છૂટ અપાઇ છે. 

మరింత సమాచారం తెలుసుకోండి: