ગુજરાતમાં કોરોના વાયરસના કારણે લોકડાઉનમાં દુકાનો ખોલવા અંગે CMO સચિવ અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યના 4 મહાનગરોમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. તેમણે કહ્યું કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રહેશે. આ રીતે હવે ચાર મહાનગરોમાં દુકાનો ખોલવાનો નિર્ણય પાછો ખેંચાયો છે. 

 

અશ્વિની કુમારે કહ્યું કે આ 4 મહાનગરોમાં 3 મે સુધી આવશ્યક વસ્તુઓ સિવાયની દુકાનો બંધ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય વેપારી એસોસિએશન સાથે બેઠક કરીને લેવાયો છે. ઉપરાંત, રાજ્યના અન્ય શહેરોમાં પણ મોલ, માર્કેટિંગ કોમ્પલેક્સ, સલૂન, પાન-માવા, હોટલ અને રેસ્ટોરન્ટ ખોલી શકાશે નહી. આ સાથે અશ્વિની કુમારે એમ પણ કહ્યું કે કોરોના મુદ્દે સતક્તાનું રાજ્યના વેપારીઓને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

                                                                                 

આ સિવાય રાજ્યના અન્ય શહેરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ પણ બંધ રહેશે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં દૂધ, દવા, શાકભાજી, કરિયાણાની દુકાનો પહેલાની જેમ ખુલ્લી રહેશે. જ્યારે પાન-મસાલા, બ્યુટી પાર્લર, હોટલ બંધ રહેશે. 

మరింత సమాచారం తెలుసుకోండి: