કોરોના વાયરસનાં ભારતમાં ૪૭ જિલ્લાઓમાં વિતેલા ૧૪ દિવસમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો નથી ! ૨૩ રાજ્યોની સરકારે જ્યાં અગાઉ કોવિડ-૧૯ના કેસ હતા તેવા જિલ્લામાં જમીન ઉપર લોકડાઉનના ચુસ્ત અમલથી આ ઉપલબ્ધિ મેળવી છે.

 

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પાડોશના રાજસ્થાન સહિત પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક જેવા ૨૩ રાજ્યોની સરકારની કામગીરીને વખાણી છે, અભિનંદન આપ્યા છે. જો કે, તેમાં ગુજરાતનો સમાવેશ થતો નથી ! કારણ કે, ગુજરાતમાં ૧૪ દિવસોમાં જિલ્લો ચેપમુક્ત રાખવો તો દૂર કર્યો જે પહેલાથી ચેપમુક્ત હતા તેવા આઠ નવા જિલ્લાઓમાં કોરોના વાઇરસ ઘૂસ્યો છે. આ વાસ્તવિક સ્થિતિ જ સ્વયં સ્પષ્ટ કરે છે કે રૂ.૪૦૦થી વધુ કરોડના સર્વેલન્સ પછીએ ગુજરાતમાં લોકડાઉનના ધજાગરા ઉડી રહ્યા છે.

 

 લોકડાઉનનો ચુસ્ત અમલ થયો હોત તો લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાનો વાઇરસ વડોદરાથી આણંદમાં, ભાવનગરથી ઘોઘામાં, રાજકોટથી સુત્રાપાડામાં, અમદાવાદથી અરવલ્લીના સાંઠબામાં ચેપ પ્રસર્યો ન હોત.

 

మరింత సమాచారం తెలుసుకోండి: