ગુજરાતમાં એકબાજુ ગરમીનો પારો ઉંચકી રહ્યો છે.  ત્યારે આજે સૌરાષ્ટ્રના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને બોટાદ, રાજકોટના ગ્રામ્ય પંથક અને અમરેલી સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા 28 અને 29 એપ્રિલે સૌરાષ્ટ્રમાં કસમોમી વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી હતી.

                                                        

બોટાદ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. કોટડા સાંગાણી, ગોંડલ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તો રામોદ, રાજપીપળા, પાંચતલાવડા, ગોંડલના દેરડી, કેશવાળા ગામમાં વરસાદ વરસ્યો હતો. જસદણના ભાડલા પંથક અને સરધાર ગામમાં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા.

                                             

સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ચોટીલાના પાંચવડા, ખેરાણા, ત્રંબોડામાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી તલ, બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. 

 

અમરેલી જિલ્લાના બાબરા અને સાવરકુંડલામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કોટડા, પીઠા, પીર ખીજડિયા, ખાંભામાં ઈંગોરાળા અને નાના વિસાવદરમાં વરસાદ ખાબક્યો હતો. સાસણ ગીરના જંગલ વિસ્તારમાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવન સાથે જંગલમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. કમોસમી વરસાદથી કેરી, ઘઉં, ધાણા, જીરૂંના પાકને નુકસાન પહોંચ્યું હતું.

మరింత సమాచారం తెలుసుకోండి: