રાજ્યમાં કોરોના વૈશ્વિક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સંક્રમિત કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 394 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે ગુજરાતમાં હવે કોરોના પોઝિટિવ કેસોનો આંકડો 7,797 એ પહોંચ્યો છે. માહિતી મુજબ ગઈકાલે કોરોનાને કારણે કુલ 23 લોકોના મોત થાય હતા. જ્યારે બીજી તરફ રિકવરી રેટ પણ વધ્યો હતો.

 

પરંતુ હવે આ પરિસ્થિતિઓ વચ્ચે અમદાવાદના ધોળકા ત્રાસદ રોડ પર આવેલ કેડિલા ફાર્માસ્યુટીકલના વધુ 3 કર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માહિતી મુજબ કર્મચારીઓના કોરોના કેસ નોંધાતા હવે એકમને સીલ કરાઈ છે. આ 3 કર્મચારીઓમાં ધોળકા તાલુકાના આંબલિયારા ગામનો એક દર્દી અને મઘીયા વિસ્તારના 2 બે દર્દી સામેલ છે. આ રીતે હવે ધોળકા પંથકમાં કોરોનાના કુલ 61 કેસ નોંધાયા છે.

 

માહિતી મુજબ આ ત્રણેય પોઝિટિવ દર્દીઓને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંપનીની મનમાનીને કારણે કેસમાં વધારો થયો છે. તેથી હવે કંપનીને સીલ કરવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ અમદાવાદના ધોળકામાં આવેલા કેડિલા ફાર્માસ્યુટીકલના યુનિટમાં કોરોનાના 21 પોઝિટીવ કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે અમદાવાદથી અપડાઉન કરતા મોટાભાગના કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. ધોળકા પંથકમાં માત્ર 17 દિવસમાં જ કુલ 41 જેટલા કોરોના વાયરસના પોઝીટીવ દર્દી આરોગ્ય વિભાગમાં નોંધાયા હતા.

మరింత సమాచారం తెలుసుకోండి: