વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે 8 વાગ્યે દેશને ફરીથી સંબોધિત કરશે. દેશમાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતું રોકવા માટે ચાલી રહેલા લોકડાઉન 3.0ની વચ્ચે પીએમ કોઇ મોટી જાહેરાત કરી શકે છે.

                                                          

લોકડાઉન 3.0 પછી પણ દેશના કેટલાંય ભાગોમાં કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આજે રાત્રે સંબોધનમાં દેશમાં ફરીથી લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે.

                                                                    

આની પહેલાં સોમવારના રોજ પીએમ મોદીએ દેશના તમામ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ગુજરાત અને મહારાષ્ટ્ર પર વિશેષ ધ્યાન આપશે. રવિવારે કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગોબાએ રાજ્યોના સચિવોને જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 350 શ્રમિત સ્પેશ્યલ ટ્રેનોથી લગભગ 3.5 લાખ લોકોને તેમના ગૃહ રાજ્ય સુધી પહોંચાડી ચૂકયા છે.

మరింత సమాచారం తెలుసుకోండి: